નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2014

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-૧૪ Final Merit List .....



(1) પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૭-૦૧-૨૦૧૪ થી તા.૩૧-૦૧-૨૦૧૪ સુધી બોલાવેલ છે.

(2) પ્રથમ તબક્કામાં ૬૩.૫૮% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(3) શારીરીક અશકતતા ધરાવતા અલ્પદ્રષ્ટિ(LV) ના ૫૭.૭૦% અને હલનચલન(OH) ના ૬૦.૩૮% સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો