નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

બીજો તબક્કો

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

ઉમેદવારો ના નિમણુક પત્રો આપવાની કાર્યવાહી માટે સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી માં હાજર રેહવા અંગે ની જાણ હવે પછી વેબ સાઇટ ઉપર મુકવામાં આવશે. આથી આ વેબ સાઇટ દરરોજ અચૂકપણે ચેક કરવા વિનંતી છે

પ્રથમ તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી
બીજો તબક્કો
ઉમેદવારો માટેની સૂચના :
(1) બીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 29-01-2014 થી તા 31-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(2) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 29-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
(3)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
(4)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ
(5)જે ઉમેદવારો નો બીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે.
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો