નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

શનિવાર, 30 નવેમ્બર, 2013

Run For Unity

"RUN FOR UNITY" કાર્યક્રમ અંગે ઓનલાઈન રજીસ્ટેશન

સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા દેશની અખંડીતતા માટે 562 રજવાડાઓનો એકીકરણ કરવાનું ભગીરથ કાર્ય સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ. આ બેનમુન કાર્યના સંદર્ભે સરદાર પટેલના 182 મિટર ઉંચાઈ ધરાવતા વિશ્વમાં ઉંચામાં ઉંચા સ્ટેચ્યુની કેવડીયા ખાતે નર્મદાના સાધુબેટ ખાતે સ્થાપવાનું રાજ્ય સરકારે આયોજન કરેલ છે અને આ કાર્યક્રમની ઉજવણી સુરેન્દ્રનગર શહેરમાં 15 મી ડીસેમ્બર 2013 ના રોજ કરવાની રહે છે. તે સંદર્ભે સુરેન્દ્રનગર શહેરમાં "RUN FOR UNITY" કાર્યક્રમનું આયોજન કરવાનું સરકારશ્રીએ નક્કી કરેલ છે. આ કાર્યક્રમ અંગે ઓનલાઈન રજીસ્ટેશન  www.runforunity.com ઉપર કરવાનું થાય છે. રજીસ્ટેશન માટે અહી કિલીક કરો। .. www.runforunity.com