નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

મંગળવાર, 12 નવેમ્બર, 2013

સરકારી અધિકારીઓના સર્વિસ રૂલ્સ સુધારવા ચૂંટણીપંચની માંગ .

સરકારી અધિકારીઓના સર્વિસ રૂલ્સ સુધારવા ચૂંટણીપંચની માંગ .

 સંખ્યાબંધ સિનિયર સિવિલ સર્વન્ટ્સ ચૂંટણીઓમાં ઝુકાવી રહ્યા હોવા અંગે ચિંતિત ચૂંટણીપંચે આ અધિકારીઓ સરકારી નોકરી છોડે અને કોઇ રાજકીય પક્ષમાં જોડાય તેની વચ્ચે ’કૂલિંગ ઓફ પીરિયડ’ રાખવા સરકારને તાકીદ કરી છે.

               ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ને તાજેતરમાં આ સંદર્ભમાં ચૂંટણીપંચ તરફથી આઇએએસ, આઇપીએસ તથા અન્ય ‘એ’ ક્લાસ સરકારી અધિકારીઓના ર્સિવસ રૂલ્સમાં સુધારા સૂચવતો પત્ર સાંપડયો હતો.

  • અધિકારીઓ નોકરી છોડી રાજકારણમાં જોડાય તેની વચ્ચે થોડો ગાળો રાખવા તાકીદ

               સિવિલ સર્વન્ટ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય કે રાજીનામું આપે ત્યાર પછી એક વર્ષ સુધી તેને પ્રાઇવેટ જોબ કરતો રોકતા નિયમો અસ્તિત્વમાં છે પરંતુ સરકારી અધિકારીઓને રાજકીય પક્ષોમાં કે સક્રિય રાજકારણમાં જોડાતા રોકવા અંગે કોઇ નિયમો નથી.

              ચૂંટણીપંચે ડીઓપીટીને સક્રિય રાજકારણમાં જોડાતા સરકારી બાબુઓ માટે યોગ્ય ’કૂલિંગ ઓફ પીરિયડ’ સૂચવવા જણાવ્યું હતું,જેથી તેઓ સિવિલ સર્વન્ટ તરીકે તેમની નોકરી જારી હોય ત્યારે નિષ્પક્ષ રહે અને પ્રામાણિકતા સાથે નિર્ણયો લે.

               ચૂંટણીપંચના પત્રમાં જણાવ્યાનુસાર, ચૂંટણીપંચ આ મુદ્દે એ કારણસર ચિંતિત છે કે પોલીસ અધિકારીઓ સહિતના સિવિલ સર્વન્ટ્સ કોઇ રાજકીય પક્ષમાં જોડાયા હોય કે ચૂંટણી લડવા તેમણે ઉતાવળે સરકારી નોકરીમાંથી રાજીનામા આપ્યા હોય તેવા સંખ્યાબંધ કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો